Hardik Vavaiya Sir
આંકડાશાસ્ત્ર
ધોરણ 11 - 12 | આંકડાશાસ્ત્ર | શિક્ષક તરીકેનો 9+ વર્ષનો અનુભવ. વિદ્યાર્થીમિત્રો, હાલમાં તમને ધોરણ 12 માં પ્રવેશવા બદલ અભિનંદન. આંકડાશાસ્ત્ર આપણા જીવન સાથે ડગલે અને પગલે ઉપયોગમાં આવતો વિષય છે. ઉપરાંત, ઘણી અલગ અલગ પરીક્ષાઓ તેમજ વ્યવહારુ સમાજમાં આંકડાશાસ્ત્ર વિષયનો ઘણો ઉપયોગ થાય છે અને તેનો ભરપૂર લાભ ભવિષ્યમાં તમને થવાનો છે. આંકડાશાસ્ત્ર વિષયમાં વધુ અને વધુ ગુણ તમે મેળવી શકો અને સારામાં સારું પરિણામ તમને પ્રાપ્ત થાય એ માટે હું તમને પ્રશ્નો અને દાખલાઓની નવી નવી રીતો શીખવાડવા આવ્યો છું. છેલ્લા 7 વર્ષોથી સુરતની નામચીન સંસ્થાઓ જેવી કે યુથ એજ્યુકેશન, અન્ય 10 થી 12 સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર વિષય શીખવી રહ્યો છું. આ વર્ષોના અનુભવનો નિચોડ પ્રાપ્ત કરવા માટે અને પોતાના કરિયરને નવી ઊંચાઈ આપવા અને મનગમતું પરિણામ મેળવવા માટે આજે જ અમારી સાથે જોડાઓ..
Share Profile